રાજ્યમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો બાકીના શહેરોમાં આકરો તાપ પડી રહ્યો છે. આજે 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 43.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદમાં પણ ગરમીનો પારો 42.3 ડિગ્રી પહોંચતા લોકો અકળાયા હતા.
હવામાન વિભાગે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 9 થી 12 મે દરમિયાન રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે.
મેં મહિનામાં હવામાન વિભાગે આકરી ગરમીની આગાહી કરી છે. 9 થી 12 મેં દરમિયાન યલો એલર્ટ જાહેર કરાયું છે. આજે પણ 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 43.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું.