નાના ઉદ્યોગોને ₹100 કરોડ સુધીની ગેરંટી વિનાની લોન

કેન્દ્રીય કેબિનેટે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) 5.0 ને મંજૂરી આપી દીધી છે. આના દ્વારા નાના ઉદ્યોગો (MSMEs) ₹100 કરોડ સુધી અને એરલાઇન કંપનીઓ ₹1500 કરોડ સુધીની લોન લઈ શકશે.

આ લોન કોઈ પણ ગેરંટી વગર મળશે. આ માટે સરકાર નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC) આ સ્કીમ હેઠળ બેંકો અને નાણાકીય સંસ્થાઓને 100% સુધીનું ક્રેડિટ ગેરંટી કવર આપશે.

કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે મંગળવારે મીટિંગ પછી જણાવ્યું કે આ નિર્ણય અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આવેલા નાણાકીય સંકટનો સામનો કરવા માટે લેવામાં આવ્યો છે. આનાથી કંપનીઓને બિઝનેસ ચાલુ રાખવામાં, નોકરીઓ બચાવવામાં અને સપ્લાય ચેઇનને મજબૂત બનાવવામાં મદદ મળશે.

સરકાર સ્કીમ હેઠળ કુલ 2.55 લાખ કરોડ રૂપિયા આપશે, જેમાં એરલાઇન્સ માટે 5,000 કરોડ રૂપિયાની લોન રિઝર્વ રહેશે. જોકે, લોનની મર્યાદા અલગ-અલગ નક્કી કરવામાં આવી છે.

MSME અને અન્ય બિઝનેસ: ચોથા ક્વાર્ટર (નાણાકીય વર્ષ 2026) દરમિયાન ઉપયોગમાં લેવાયેલી વર્કિંગ કેપિટલ (બિઝનેસ ચલાવવાનો ખર્ચ) ના મહત્તમ 20% વધારાની લોન લઈ શકશે. જોકે, તેઓ મહત્તમ 100 કરોડ રૂપિયા સુધીની લોન લઈ શકશે.

એરલાઇન સેક્ટર માટે આ મર્યાદા 100% સુધી રાખવામાં આવી છે, જ્યાં એક કંપની મહત્તમ 1,500 કરોડ રૂપિયા સુધીની લોન લઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *