ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું

ચેન્નઈ સુપર કિંગ્સે IPLની વર્તમાન સીઝનમાં સતત બીજી જીત નોંધાવી છે. ટીમે મંગળવારે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું.

અરુણ જેટલી મેદાન પર દિલ્હીએ ટૉસ જીતીને બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 155 રન બનાવ્યા હતા. ચેન્નઈએ 156 રનનો ટાર્ગેટ 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો.

CSK માટે સંજુ સેમસને 52 બોલમાં અણનમ 87 રનની ઇનિંગ રમી હતી. તો કાર્તિક શર્માએ 41* રન બનાવ્યા. બન્ને વચ્ચે 114 રનની મેચ વિનિંગ પાર્ટનરશીપ થઈ

દિલ્હી તરફથી સમીર રિઝવીએ અણનમ 40 રનની ઇનિંગ રમી હતી. તે સિવાય ટ્રિસ્ટન સ્ટબ્સ 38, પથુમ નિસાંકા 19, નીતિશ રાણા 15, આશુતોષ શર્મા 14, કરુણ નાયર 13 અને કેએલ રાહુલે 12 રન બનાવ્યા હતા. રિઝવી અને સ્ટબ્સ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 65 રનની ભાગીદારી થઈ હતી. ચેન્નઈ તરફથી નૂર અહેમદે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *