જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા જામનગરમાં લગ્ન કરશે?

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર અને શિખર પહાડિયાના લગ્ન થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. બંને આ વર્ષના અંતમાં લગ્ન કરવાના હોવાની અટકળો પર હવે જાહ્નવીના પિતા અને ફિલ્મમેકર બોની કપૂરે સ્પષ્ટતા કરી છે.

દીકરીના લગ્નની ચર્ચા પર પિતાનો ખુલાસો

ખરેખરમાં, છેલ્લા કેટલાક દિવસોથી ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, આ કપલ સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનાની વચ્ચે ગુજરાતના જામનગરમાં એક પરંપરાગત સમારોહમાં લગ્ન કરી શકે છે. જ્યારે આ અટકળો વિશે બોની કપૂરને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ઈ-ટાઈમ્સ સાથેની વાતચીતમાં સીધા જ કહ્યું, “ના, આ સાચું નથી.”

શિખર અવારનવાર કપૂર પરિવારના ખાનગી કાર્યક્રમો અને રજાઓમાં જોવા મળે છે. તે માત્ર જાહ્નવી સાથે વેકેશન પર જ નથી જતો, પરંતુ ઘણીવાર મંદિરોના દર્શન માટે પણ પરિવાર સાથે જોવા મળે છે. જાહ્નવીએ પણ એપ્રિલ 2024માં ‘કોફી વિથ કરણ’ના એક એપિસોડમાં ઇશારામાં જણાવ્યું હતું કે, તે કોઈની સાથે રિલેશનશિપમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *