સ્કોર્પિયોએ ટક્કર મારતા ઈકો કારનો બુકડો બોલાયો

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર ટાટા મોટર્સના શોરૂમ પાસે આજે (4 મે, 2026) બપોરે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર અને ઇકો ગાડી વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય પાંચ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઇકો કારને સામેથી સ્કોર્પિયોએ ધડાકાભેર ટક્કર મારી આજે બપોરે આશરે 2 વાગ્યાના સુમારે ગોંડલથી લૌકિક પ્રસંગ (મરણના અવસર)માં હાજરી આપીને પરત ફરી રહેલા પરિવારની ઇકો કારને સામેથી આવતી સ્કોર્પિયોએ ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં થાનગઢના રહેવાસી બે સગા ભાઈઓના મોત થયા છે. પરિવારના બે મોભીઓના એકસાથે મૃત્યુથી પાટડીયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *