રાધિકા મર્ચન્ટનો ફેશન સેન્સ હંમેશા ક્લાસિક અને એલિગન્ટ હોય છે. તાજેતરમાં જ્યારે પોપ સિંગર રિહાના એન્ટિલિયા પહોંચી ત્યારે રાધિકાનો ખૂબ જ સિમ્પલ-સોબર લુક સામે આવ્યો. ફોટોઝમાં તે બેજ અને વ્હાઇટ કલરના ખૂબ જ સુંદર કો-ઓર્ડ સેટમાં જોવા મળી રહી હતી. પરંતુ તેના સાદગીભર્યા લુકની કિંમત પણ લાખોમાં હતી.
રાધિકાએ લક્ઝરી ઇટાલિયન ફેશન હાઉસ ‘મિયુ મિયુ’નો આઉટફિટ પહેર્યો હતો. તેનો આ લુક ઉનાળાની સીઝન મુજબ ખૂબ જ સારો લાગી રહ્યો હતો. આ આઉટફિટમાં તેણે ન્યુટ્રલ કલર્સ સાથે પોતાની નેચરલ સુંદરતાને ફ્લોન્ટ કરી હતી.
સ્કર્ટ સાથે રાધિકાએ સફેદ રંગની એમ્બ્રોઇડરીવાળી સાઇડ-ટાઇ શર્ટ પહેરી હતી, જેના પર પણ જીણવટભર્યા ફ્લોરલ મોટિફ્સ બનેલા છે. સાઇડ ટાઇ-અપ ડિટેલ્સવાળો આ ટોપ તેના લુકને મોડર્ન અને કૂલ વાઇબ આપી રહ્યો છે.