ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે સોમવારે (27 એપ્રિલ) ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર થયા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકલેની હાજરીમાં આ કરાર થયો.
હવે ભારતમાંથી ન્યુઝીલેન્ડ મોકલવામાં આવતા લેધર પ્રોડક્ટ્સ, ટેક્સટાઇલ, પ્લાસ્ટિક અને એન્જિનિયરિંગ ગુડ્સ જેવા સામાન પર કોઈ નિકાસ શુલ્ક લાગશે નહીં. જેનાથી આ શ્રમ-પ્રધાન ક્ષેત્રો એટલે કે લેબર ઇન્ટેન્સિવ સેક્ટર્સને સીધો લાભ થશે.
એક પેઢીમાં એકવાર થતો કરાર- ન્યુઝીલેન્ડ PM
ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને તેને ‘એક પેઢીમાં એકવાર થતો’ કરાર ગણાવ્યો છે. જ્યારે પીયૂષ ગોયલે તેને ભારત-ન્યુઝીલેન્ડના આર્થિક સંબંધોમાં ‘નવા અધ્યાયની શરૂઆત’ ગણાવી.
પીયૂષ ગોયલે કહ્યું કે આ FTA ‘વિશ્વાસ, વહેંચાયેલા મૂલ્યો અને ટકાઉ આર્થિક વિકાસના વિઝન’ને દર્શાવે છે. આ કરાર ભારત માટે ઓશનિયા અને પ્રશાંત દ્વીપ સમૂહના બજારો સુધી પહોંચવા માટેનો ગેટવે પણ બનશે.