કપાસની બોરીની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

રાજકોટ રેન્જ વિસ્તારના માખાવડમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રેન્જ IG દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા ખાસ સૂચના આપી હતી જેથી મોડી રાત્રીના અમદાવાદ હાઈવે પરથી રાજકોટ રેન્જ PI ટીમ દ્વારા દરોડો પાડી 1.28 કરોડનો વિદેશી દારૂ મળી કુલ 1.45 કરોડથી વધુનો મુદામાલ કબજો કર્યો હતો.

ટ્રક ચાલકની ધરપકડ કરી દારૂ મોકલનાર અને મંગાવનાર શખસોની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે SMC દ્વારા રાજકોટ જિલ્લામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતા રેન્જ IG દ્વારા જવાબદાર PI સહીત પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ રેન્જ વિસ્તારમાં પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. PI રોહન બારની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટાટા કંપનીનો ટ્રક નંબર જીજે.10.ટીટી.6183 પરપ્રાંતમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજકોટ-ચોટીલા હાઈવે પર જાનીવડલા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *