જીમટ્રેનરે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી પતિ પાસે 5 લાખની ખંડણી માંગી

સુરતના પાલ વિસ્તારમાં રહેતી એક 45 વર્ષીય પરિણીત મહિલાને જીમ ટ્રેનરે પોતાની પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી જીમ ટ્રેનરે મહિલાના પતિને ધમકાવી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સુરત શહેર SOGએ આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી શબ્બીર અસગરભાઈ ટૂંકવાલાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

જીમ ટ્રેનરે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી લીધી આ ઘટનાની વિગત મુજબ, ભોગ બનનાર મહિલા આજથી સાતેક વર્ષ પહેલાં સિટીલાઈટ વિસ્તારમાં આવેલા ‘પુજા L1’ જીમમાં જતી હતી. આ સમયે ત્યાં જીમ ટ્રેનર તરીકે કાર્યરત શબ્બીર અસગરભાઈ ટૂંકવાલાએ જીમ એક્ટિવિટી શીખવવાના બહાને મહિલા સાથે નિકટતા કેળવી હતી. આરોપીએ લોભ-લાલચ આપી મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.

લગ્નજીવન બચાવવા મહિલાના પતિએ આરોપીનો સંપર્ક કર્યો આ સંબંધોને કારણે મહિલાના સંસારમાં કંકાસ શરૂ થયો હતો. જ્યારે મહિલાના પતિને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે પોતાનું લગ્નજીવન બચાવવા આરોપીનો સંપર્ક કર્યો હતો, પરંતુ આરોપીએ સુધરવાને બદલે ખંડણીખોરનો અવતાર ધારણ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *