બુટલેગર ‘બાબુ’નો 22 લાખનો દારૂ, બે કાર, આઈશર સહિત 32 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા બુટલેગરો સામે ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. શહેર નજીક ઢાંઢીયા ગામની સીમમાં ખરાબાની જગ્યામાં જ્યારે વિદેશી દારૂનું મોટું કટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે જ પોલીસની ટીમે દરોડો પાડીને રૂ. 32.16 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

રાજકોટના લિસ્ટેડ બુટલેગર આનંદ ઉર્ફે બાબુએ મંગાવેલો આ જથ્થો સ્થાનિક બુટલેગરોને સપ્લાય કરવામાં આવે તે પહેલા જ પોલીસે બાજી પલટી નાખી હતી અને 3 શખસોને ઝડપી લીધા હતા, તેમજ ફરાર થઇ ગયેલા લિસ્ટેડ બુટલેગર સહિત 3ની શોધખોળ આદરી છે.

એએસઆઈ સમીરભાઈ શેખ અને તેમની ટીમને પાકી બાતમી મળી હતી કે ઢાંઢીયા ગામની સીમમાં એક આઈશર ટ્રકમાંથી દારૂ ઉતારવામાં આવી રહ્યો છે. પોલીસે કોર્ડન કરીને દરોડો પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *