રાજકોટમાં 4 દી’માં ફોર્મની સદી નજીક, 90 ઉમેદવાર મેદાનમાં!

રાજકોટ મહાનગરપાલિકા સહિત જિલ્લાની પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે જામ્યો છે. 6 એપ્રિલથી ફોર્મ વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થયા બાદ શરૂઆતના દિવસોમાં ઠંડો પ્રતિસાદ હતો, પરંતુ આજે એટલે કે 9મી એપ્રિલે અચાનક ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો. છેલ્લા ચાર દિવસમાં કુલ 90 ઉમેદવારી ફોર્મ તંત્રને પરત મળ્યા છે.

ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશે મહત્ત્વનો નિર્ણય લીધો છે. નવો પાવર: ચૂંટણી અધિકારીઓને 30 એપ્રિલ સુધી ‘સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ’ ના પાવર્સ અપાયા. જિલ્લા પુરવઠા અધિકારીને આણંદપર, કુવાડવા અને સરધાર જેવા વિસ્તારો સોંપાયા છે, જ્યારે મહિલા અને બાળ કલ્યાણ અધિકારીને કોલકી અને પાનેલી વિસ્તારની જવાબદારીસોંપાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *