આર્મીમાં મોકલેલા ભાણેજે શપથવિધિમાં મામાને ન બોલાવતા દુઃખમાં ફીનાઈલ પીધું

ગાંધી વસાહત સોસાયટીમાં રહેતી ક્રિષ્ના હર્ષદભાઈ રાઠોડ (ઉ.વ.29) નામની યુવતીએ ગઈકાલે સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે ફિનાઈલ પી લેતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ક્રિષ્ના પેડક રોડ પર આવેલી જવાહર સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતી અને સાથે જ ઘરે બાળકોને ટ્યુશન પણ કરાવે છે. ક્રિષ્ના પરિવારના સભ્યોને વારંવાર “મને ગમતું નથી” તેમ કહી માનસિક અસ્વસ્થતા અનુભવતી હતી.

આ આંતરિક મૂંઝવણ અને ડિપ્રેશન એટલું વધી ગયું હતું કે અંતે તેણે પોતાના જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. ક્રિષ્ના બે ભાઈ અને એક બહેનમાં મોટી છે. તેના પિતા હર્ષદભાઈ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલ યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આધેડે માનસિક આઘાત લાગતા આપઘાતનો પ્રયાસ કર્યો ગોંડલ રોડ ઉપર ખોડિયારનગર મેઈન રોડ પર એસ.ટી. વર્કશોપ પાસે રહેતા વિજયભાઈ ગગજીભાઈ પરમાર (ઉ.વ.44)એ ગઈકાલે રાત્રે પોતાના ઘરે અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિજયભાઈના બહેનનું અકાળે અવસાન થયું ત્યારબાદ ભાણેજ પરેશને પોતાની છત્રછાયામાં લીધો હતો. મામાની અથાગ મહેનત અને પ્રોત્સાહનના પરિણામે પરેશ ભારતીય સેના (આર્મી)માં પસંદગી પામ્યો હતો. હાલ પરેશ જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારમાં ફરજ બજાવી રહ્યો છે. .

સૈનિક માટે શપથવિધિએ ગૌરવશાળી ક્ષણ હોય છે, પરંતુ પરેશે આ ખાસ અવસરે પોતાના મામા કે મામીને સાથે ન લઈ જતા તેમની અવગણના કરતા વિજયભાઈને માનસિક આઘાત લાગ્યો હતો. આ લાગણીશીલ આઘાત સહન ન થતા અંતે તેમણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા વિજયભાઈની સ્થિતિ પર તબીબો નજર રાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *