પોતાના સમાજના આગેવાનો બદનામ કરતા હોવાનું કહી યુવકનું વિષપાન

રાજકોટમાં સિંધી સમાજ સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં શહેરના જંકશન વિસ્તારમાં ગાયકવાડી શેરી નં.6/10ના ખૂણે રવિસાગર એપાર્ટમેન્ટમાં રહેતા ધનરાજ વિનોદભાઇ ભાવનાણી નામના એક યુવકે સમાજના આગેવાનો સામે ગંભીર આક્ષેપો લગાવી ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ અંગે તબીબી દેખરેખ રાખવામાં આવી રહી છે.

ત્રણેક દિવસ પહેલા ઘેરથી નીકળી ગયેલા યુવકે વીડિયો મારફતે જણાવ્યું હતું કે “મને અને મારા જૂથને કેટલાક આગેવાનો સમાજની બેઠકમાં બદનામ કરી રહ્યા છે.” આ કારણે તે લાંબા સમયથી માનસિક દબાણમાં હતો. વીડિયોમાં તેણે કેટલાક આગેવાનોના નામ લઈને તેમના પર સીધા આક્ષેપો પણ કર્યા હતા.

યુવકે આક્ષેપ કર્યો કે સમાજમાં તેની છબી ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી હતી, જેના કારણે તે તણાવમાં આવી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.ઘટનાની જાણ થતાં યુવકના પરિવારજનો તથા નજીકના લોકોમાં ચિંતા ફેલાઈ હતી. સમયસર સારવાર મળતા તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. બીજી તરફ, આ મામલે પોલીસ તપાસ હાથ ધરવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *