રાજકોટમાં PIની બદલી અને નવી નિમણૂકનો ડબલ ડોઝ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજ્યના ગૃહ વિભાગે પોલીસ બેડામાં બદલીનો મોટો ગંજીફો ચિપ્યો છે અને બે અલગ-અલગ ઓર્ડર કરી એકીસાથે 772 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના હુકમ કર્યા છે. જેમાં રાજકોટ શહેર સાથે જિલ્લામાં પણ પોલીસ તંત્રમાં વ્યાપક ઊલટફેર જોવા મળ્યો છે.

રાજકોટ શહેરમાં એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બી.વી. બોરીસાગર સહિત આજી ડેમના એ.બી. જાડેજા, ભક્તિનગરના એમ.એમ. સરવૈયા, બી-ડિવિઝનના એસ.એન. રાણે, કુવાડવા રોડના બી.પી. રજિયા, થોરાળા પોલીસના એન.જી. વાઘેલા અને ઈઓડબ્લ્યુના કે.જે. કરપડા ઉપરાંત એન.વી. હરિયાણી, આર.જી. બારોટ, બી.ટી.અકબરી,એન.જે.જણકાંત,એમ.જી.વસાવા,જે.એસ. ગામીત,એમ.એચ.ભાટી,આઇ.એન.સાવલિયા સહિતના અધિકારીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખસેડવામાં આવ્યા છે.આ ઉપરાંત મહિલા પોલીસ મથકના એસ.એન. રાઠોડની પણ સુરત ખાતે બદલી કરવામાં આવી છે.

શહેરની સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસ બેડામાં પણ મોટા પાયે ફેરફારો થયા છે. એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરાને ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં, એમ.એચ.યાદવને સરહદી વિભાગમાં, આર.એ. જાડેજા અને વી.સી. પરમારને વડોદરા ગ્રામ્યમાં, કે.વી. પરમારને પોરબંદર, કે.જે. સથવારાને સીઆઈડી ક્રાઈમ અને વી.એમ. ડોડિયાને જામનગર ખાતે નિમણૂક આપવામાં આવી છે. સાથે જ જે.એ.ખાચર અને કે.એસ. ગળચરની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે. આ સિવાય આર.બી.વાઢિયા,એ.એમ.હેરમા સહિત કુલ 12 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ શહેર અને ગ્રામ્યમાં આશરે 27 જેટલા નવા પીઆઈઓની નિમણૂક પણ નોંધપાત્ર રીતે થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *