પાડોશીને ટપારવા ગયેલા બે ભાઈઓ પર જીવલેણ હુમલો

રાજકોટના કિટીપરા આવાસ ક્વાર્ટરમાં રહેતા જીતુભાઈ ભીખુભાઈ કંટોણિયા (ઉ.વ. 47) અને તેમના પાડોશી નાનજીભાઈ કંટોણિયા વચ્ચે કેબલ વાયર બાબતે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું.

દરમિયાન રવિવારે સવારે અંદાજે સાડા અગિયાર વાગ્યાના અરસામાં આકાશે ફરી કેબલ વાયર કાપી નાખતા જીતુભાઈ આ બાબતે ફરિયાદ કરવા પાડોશીના ઘરે ગયા હતા. ત્યાં બોલાચાલી દરમિયાન આકાશ ઉશ્કેરાઈ જતા તેણે હાથમાં રાખેલી છરી વડે જીતુભાઈના માથાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા.

ગંભીર ઇજાઓને કારણે જીતુભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જીતુભાઈના દિયર અજીતભાઈ ભીખુભાઈ કંટોણિયા(ઉ.વ.45) તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેઓ ઘટનાની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે આરોપી આકાશે પાછળથી તેમના પીઠના ભાગે પણ છરીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી.

હુમલો કર્યા બાદ પિતા-પુત્ર બંને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પરિવારજનોએ તરત જ બંને ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *