રાજસમઢીયાળા ગામમાં 20 વર્ષની યુવતીનો ઝેરી દવા પી આપઘાત, એક મહિના પૂર્વે જ સગાઈ થઈ હતી

ઋત્વિ ગિરધરભાઈ દેત્રોજા (ઉ.વ.20) પોતાના ઘરે રહીને જ પડધરીના એક યુવાન સાથે ભાગીદારીમાં ઇમિટેશન જ્વેલરીનું કામ કરતી હતી. રાત્રિના સમયે તે પોતાના ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં કામ કરતી હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેણે ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જો કે ટૂંકી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

મૃતક ઋત્વિની એક મહિના પહેલા જ સગાઈ થઈ હતી. ઘરમાં લગ્ન અને નવા જીવનની તૈયારીઓ વચ્ચે દીકરીએ આપઘાત કરી લેતા પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ જવા પામી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકી દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા માટે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પડધરીના જીલરીયા ગામે રીક્ષા પલ્ટી જતા દિયર સાથે જતાં ભાભીનું મોત રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવૈયા ગામે રહેતા ટીનાભાઈ ભાણજીભાઈ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે તેમનો નાનો ભાઈ મનાભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભાણજીભાઈ સોલંકી અને મારા પત્ની રેખાબેન છકડો રીક્ષામાં પ્લાસ્ટિકનો ભંગાર લઈ પરત આવી રહ્યા હતા, ત્યારે જીલરીયા ગામ નજીક વળાંકમાં છકડો રીક્ષા પલટી મારી જતા, રેખાબેનને માથામાં અને શરીરમાં ગંભીર ઈજા થતાં 108 મારફત પડઘરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જયા તપાસી તબીબે તેને મૃત જાહેર કરી પડધરી પોલીસને જાણ કરતા પોલીસે રેખાબેનના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પાણીની મોટર પ્લાસ્ટિકથી ઢાંકવા ગયેલો શ્રમિક દશેક ફૂટની ઊંચાઈએથી ભરડીયામાં ખાબક્યો રાજકોટના બામણબોર પાસે આવેલા ‘જયસ્ટોન ક્રશર’ (ભરડિયા)માં મજુરી કામ કરતા આરીફભાઈ અરસાદભાઈ મંડલ (ઉં.વ.34) ગંભીર રીતે ઘાયલ થયા છે. મૂળ કોલકાતાના વતની આરીફભાઈ પ્લાન્ટ પર હાજર હતા ત્યારે અચાનક વરસાદ શરૂ થયો હતો જેના કારણે ઇલેક્ટ્રિક મોટર પલળી ન જાય તે હેતુથી તેના પર પ્લાસ્ટિક ઢાંકવા માટે તેઓ આશરે 10 ફૂટની ઊંચાઈએ ચડ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *