રેમન્ડના માલિક ગૌતમ સિંઘાનિયાની માલદીવમાં બોટ પલટી

રેમન્ડ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયા માલદીવમાં અકસ્માતનો ભોગ બન્યા છે. માલદીવના ફેલિધૂ નજીક ગુરુવારે રાત્રે 11 વાગ્યે તેમની સ્પીડબોટ સમુદ્રમાં પલટી ગઈ હતી, જેમાં સિંઘાનિયાને ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક એરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યા છે, જ્યાં એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માત સમયે બોટમાં સિંઘાનિયા સાથે અન્ય 6 લોકો સવાર હતા, જેમાંથી એક ભારતીય સહિત બે લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે.

કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના કિનારાથી લગભગ 2 નોટિકલ માઈલ દૂર થઈ હતી. રાત્રે લગભગ 11 વાગ્યે બોટ અચાનક અનિયંત્રિત થઈને પલટી ગઈ. સ્પીડબોટ પર એક કેપ્ટન અને ગૌતમ સિંઘાનિયા સહિત કુલ 7 લોકો સવાર હતા. તેમાં 5 ભારતીય, એક બ્રિટિશ અને એક રશિયન નાગરિકનો સમાવેશ થતો હતો.

બચાવ ટીમે સિંઘાનિયાને બચાવી લીધા, પરંતુ રેલી ચેમ્પિયન હરિ સિંહ અને અન્ય એક વ્યક્તિ ગુમ છે. બચાવ ટીમ ગોતાખોરો અને હાઈ-સ્પીડ જહાજોની મદદથી કેયોધૂ નજીક ગુમ થયેલા ભારતીયને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *