સાઉથ એક્ટર વિજય સેતુપતિની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મહારાજા’ની સિક્વલ બનવા જઈ રહી છે. ખુદ વિજય સેતુપતિએ પુષ્ટિ કરી છે કે, ફિલ્મના ડિરેક્ટર નિથિલન સમિનાથને બીજા ભાગની વાર્તા પૂરી કરી લીધી છે.
વિજયે કહ્યું કે, તે આ ફિલ્મની વાર્તા સાંભળવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. 2024માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મહારાજા’એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી હતી અને હવે તેના બીજા ભાગની તૈયારી શરૂ થઈ ગઈ છે.
તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં વિજય સેતુપતિએ ફિલ્મના ભવિષ્યના પ્લાન પર ખૂલીને વાત કરી. તેણે જણાવ્યું કે, ”મહારાજા 2’ની વાર્તા પર કામ પૂરું થઈ ગયું છે.’
વિજયે કહ્યું, ‘ડિરેક્ટર નિથિલન સમિનાથને ‘મહારાજા 2’ની વાર્તા પૂરી કરી લીધી છે. હું તેને જલદી સાંભળવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.’
જોકે, એક્ટરે હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે ફિલ્મ ફ્લોર પર ક્યારે જશે.