જસદણ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના વધતા જતા હુમલા અને દેખા દેવાની ઘટનાઓએ સ્થાનિકોની ઊંઘ હરામ કરી દીધી છે.
તાજેતરમાં જસદણની અત્યંત વ્યસ્ત ગણાતી ભડલી-ગઢાળા ચોકડી પાસે દીપડો દેખાતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રહેણાંક વિસ્તારની આટલી નજીક દીપડાની હાજરીએ વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે.
સામાન્ય રીતે માનવ વસ્તીથી દૂર રહેતા વન્ય પ્રાણીઓ હવે મુખ્ય માર્ગો પર જોવા મળી રહ્યા છે.