આડેધડ પથ્થરમારોનાં ઘા કરી ભારે હોબાળો મચાવ્યો, કર્મચારીનાં કપડાં ફાડતા પોલીસને સોંપાયો

રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલા ફાયર સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં એક અજ્ઞાત યુવકે અચાનક આવીને પથ્થરમારો શરૂ કરતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રારંભિક તપાસમાં આ યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.

યુવકે ઉશ્કેરાઈને ફાયર બ્રિગેડના જવાનના કપડાં પણ ફાડી નાખ્યા યુવકે માત્ર ફાયર સ્ટેશન પર પથ્થરો જ નહોતા ફેંક્યા પરંતુ, ત્યાં હાજર ફાયર બ્રિગેડના જવાનો સાથે પણ ઝપાઝપી કરી હતી. બબાલ દરમિયાન યુવકે ઉશ્કેરાઈને પોતાના કપડાં તો ફાડી જ નાખ્યા હતા, પરંતુ સાથે સાથે ફરજ પરના ફાયર બ્રિગેડના જવાનના કપડાં પણ ફાડી નાખ્યા હતા. જેને લઈને તેને પ્રથમ રૂમમાં પુરી દેવામાં આવ્યો હતો. અને બાદમાં 112 નંબર પર ફોન કરીને પોલીસને સોંપાયો હતો.

સરકારી વાહનો અને બિલ્ડિંગ પર પથ્થરમારો કરવાનું શરૂ કર્યું હતું આ ઘટનાની વિગતો મુજબ કોઠારીયા રોડ ફાયર સ્ટેશનના કર્મચારીઓ જ્યારે પોતાની નિયમિત ફરજ પર હતા ત્યારે આ યુવક ત્યાં ધસી આવ્યો હતો. તેણે સ્ટેશનમાં પાર્ક કરેલા સરકારી વાહનો અને બિલ્ડિંગ પર પથ્થરમારો કરવાનું શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરતા તે વધુ હિંસક બન્યો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. સ્થિતિ વધુ વણસતા જવાનોએ તાત્કાલિક તે યુવકને પકડી લીધો હતો અને વધુ નુકસાન ન થાય તે હેતુથી તેને એક રૂમમાં પૂરી દીધો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં યુવકની હરકતો સ્પષ્ટપણે જોઈ શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *