સેટેલાઇટથી અમેરિકી લોકેશન ટ્રેક કરી રહ્યું હતું ચીન

28 ફેબ્રુઆરીએ ઈરાન પર પહેલી મિસાઈલ છોડવામાં આવે તે પહેલા જ ચીની સોશિયલ મીડિયા પર સંકેતો મળવા લાગ્યા હતા કે અમેરિકા મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈન્ટરનેટ પર અમેરિકી સૈન્ય તૈયારીઓ સંબંધિત સેટેલાઇટ તસવીરો ઝડપથી ફેલાવા લાગી હતી.

આ તસવીરોમાં રનવે પર ઉભેલા લડાકુ વિમાનો, રણના એરફિલ્ડ પર ઉતરતા ટ્રાન્સપોર્ટ પ્લેન અને ભૂમધ્યસાગરમાં કોઈ વિમાનવાહક જહાજના ડેક પર તૈનાત ફાઈટર જેટ દેખાઈ રહ્યા હતા. આ તસવીરોની ખાસ વાત એ હતી કે તેમાં અસામાન્ય રીતે ઘણી બધી માહિતી આપવામાં આવી હતી, અને આ માહિતી અંગ્રેજીમાં નહીં પણ મેન્ડરિન (ચીની ભાષા)માં લખેલી હતી.

તસવીરોમાં અલગ-અલગ વિમાનોના નામ જણાવવામાં આવ્યા હતા, મિસાઈલ સંરક્ષણ સિસ્ટમને સ્પષ્ટપણે ચિહ્નિત કરવામાં આવી હતી અને સૈનિકોની તૈનાતીને ચોક્કસ સ્થાન સાથે દર્શાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *