ભાવનગર રોડ શિવાજીનગરમાં રહેતાં લાલજીભાઇ રાજેશભાઇ ચાવડા (ઉ.વ.39) નામના યુવાને રાતે 11 વાગ્યે ઘરે છતના હુકમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ 108ને કરતા 108ના ઇએમટીએ તપાસી મૃત જાહેર કરતાં થોરાળા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લાલજીભાઇ છુટક મજુરી કરતાં હતાં અને તેમને સંતાનમાં બે દિકરા છે. ઘરના સભ્યો નીચેના રૂમમાં હતાં ત્યારે લાલજીભાઈ ઉપરના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જો કે આપઘાતનું કારણ સામે ન આવતાં પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં મવડી વિસ્તારમાં રામધણ આશ્રમ પાછળ શ્રીનાથજી પાર્કમાં રહેતા ભાવનાબેન અલ્પેશભાઇ કાકડીયા (ઉ.વ.54)એ સવારે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભાવનાબેન ઘણા સમયથી થાઇરોઇડની બિમારીથી પીડાતા હતા જેનાથી કંટાળી આ પગલુ ભરી લીધાનું પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. ભાવનાબેનના પતિ અલ્પેશભાઇ કોન્ટ્રાકટર છે અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું સામે આવ્યું છે. હાલ તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી ધરી છે.
પત્ની સહિતના સાસરિયાઓના ત્રાસથી કંટાળી હોમગાર્ડ જવાનનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ ઘંટેશ્વર પાસે આવેલી અમરનાથ સોસાયટીમાં રહેતા બંસીભાઇ રાજેશભાઈ રાજ્યગુરુ નામના યુવાને નવી કોર્ટ પાસે ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે જે પોતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડની નોકરી કરે છે. તેમને આક્ષેપ કર્યો હતો કે, તેમના લગ્ન 8 વર્ષ પહેલા પૂજા નામની યુવતી સાથે થયા હતા. પૂજા લગ્ન કર્યા બાદ એક વર્ષ સારી રીતે રહ્યા બાદ અવાર નવાર માનસિક ત્રાસ આપતી અને ઝઘડો કરી રીસામણે જતી રહેતી હતી તેમજ સાત વર્ષથી પત્ની અને સાસરિયાંઓ ત્રાસ આપે છે અને છૂટાછેડા માટે 10 લાખની માંગણી કરતા જેથી કંટાળી જઈ પગલું ભરી લીધુ હતુ. હાલ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.