સમગ્ર દેશમાં અત્યારે ક્રિકેટનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે, ત્યારે ડાયમંડ સિટી સુરત પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ફાઈનલ મેચના રંગે રંગાયું છે. વર્ષ 2026ના T20 વર્લ્ડ કપની આ જંગ ઇન્ડિયાએ જીતી લેતા ઇન્ડિયા…ઇન્ડિયાના નારા લગાવી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.
આ જીતને લઈ સુરતીલાલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રવિવારની રજા અને તેમાં પણ ભારત વિશ્વ ચેમ્પિયન બનતા શહેરના દરેક ખૂણે માત્ર ક્રિકેટની જ ચર્ચાઓ સંભળાઈ હતી.
સુરતમાં ઠેર ઠેર એલઈડી સ્ક્રીનો લગાવીને ભારત અને ન્યૂઝીલેન્ડ ની ફાઇનલ મેચ જોવાઈ હતી. ફાર્મમાં, સોસાયટીમાં અને રસ્તા ઉપર પણ એલઇડી સ્ક્રીનો લગાવી ક્રિકેટના રસિયાઓ મેચ જોઈ હતી. ખાસ કરીને ભાગળ વિસ્તારમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.