રાજકોટ RPFની મોટી સફળતા

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા ફેબ્રુઆરી મહિનામાં મુસાફરોની સુરક્ષા અને રેલવે સંપત્તિના રક્ષણ માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ‘સેવા હી સંકલ્પ’ અભિયાન હેઠળ આરપીએફની ટીમે વિવિધ ઓપરેશન્સ દ્વારા રેલવે મુસાફરોને મોટી રાહત પહોંચાડી છે. ફેબ્રુઆરી માસ દરમિયાન ડિવિઝનલ સુરક્ષા આયુક્ત કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ RPF દ્વારા અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. જેમાં 1 મહિનામાં મુસાફરોનો ગુમ થયેલો 2.35 લાખનો સામાન પરત અપાવ્યો હતો. જ્યારે 10 આરોપીઓની ધરપકડ અને 5 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ 5 બાળકોને રેસ્ક્યૂ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું RPF દ્વારા ‘ઓપરેશન અમાનત’ હેઠળ કુલ 27 મુસાફરોનો અંદાજે 2,35,867ની કિંમતનો ગુમ થયેલો સામાન શોધીને તેમને સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ 5 બાળકોને રેસ્ક્યૂ કરી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જ્યારે ‘ઓપરેશન ડિગ્નિટી’ અંતર્ગત પરિવારથી વિખૂટા પડેલા 2 વ્યક્તિઓને મદદ કરી હતી. સાથે રેલવે સંપત્તિની સુરક્ષાનાં ‘ઓપરેશન રેલ સુરક્ષા’ હેઠળ ચોરીના કેસમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ અકારણ ચેન પુલિંગના 28 કેસ નોંધી 21 વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રેન પર પથ્થરમારો કરનાર એક શખ્સને પણ ઝડપી લેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *