વડોદરામાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત

વડોદરામાં કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગઇકાલે(4 માર્ચ) પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આજવા રોડ નવજીવન પાસે રહેતી પ્રિયંકાએ તાજેતરમાં જ PSIની પરીક્ષા પાસ કરી હતી. મૂળ બનાસકાંઠા જિલ્લાની વતની પ્રિયંકાના આપઘાતનું કારણ અકબંધ છે. બાપોદ પોલીસ મથક વિસ્તારમાં બનેલી ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

મહિલા કોન્સ્ટેબલે PSIની દોડની પરીક્ષા પાસ કરી હતી અને લેખિત પરીક્ષા માટે તૈયારી કરતા હતા. સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પોલીસ કર્મીઓએ મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી.

પોલીસ મિત્ર લેખિત પરીક્ષાનું મટીરીયલ આપવા ઘરે ગઈ ને જાણ થઈ ગઇકાલે રાત્રે લગભગ 11થી 11:30 વાગ્યાની આસપાસ લેખિત પરીક્ષાનું મટીરીયલ આપવા એક મિત્ર ઘરે ગઈ હતી. પોલીસ મિત્રએ દરવાજો ખખડાવતા તેમને ના ખોલતા દરવાજો તોડી અંદર જોતા પ્રિયંકા પ્રજાપતિ પંખા પર ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *