રાજકોટમાં હોળી પર્વમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ

રાજકોટના ભગવતીપરામાં હોલિકા દહન દરમિયાન હિન્દુ અને મુસ્લિમ યુવાનો વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી છે. હોલિકા દહન વખતે અન્ય ધર્મના યુવકોને હિન્દુ યુવાનો દ્વારા સાઇડમાં જવાનું કહેવામાં આવતા બોલાચાલી થતા તેઓ સામસામે આવી ગયા હતા.

જોકે સ્થાનિકો દ્વારા બંને સમાજના યુવાનોને છુટ્ટા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન DCP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને યુવાનોને છુટ્ટા પાડવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે 3 જેટલા યુવાનોની અટકાયત કરી હતી અને મામલો શાંત પાડવામાં આવ્યો હતો.

DCP હેતલ પટેલે જણાવ્યું હતું કે, ભગવતી પરા વિસ્તારમાં હોલિકા દહન થઈ રહ્યું હતું તે દરમિયાન અન્ય ધર્મના લોકો ત્યાંથી નીકળતા હતા ત્યારે હિન્દુ ધર્મના યુવાનોએ તેઓને સાઈડમાં રહેવા માટેનું કહેતા બોલાચાલી થઈ હતી. જે બાદ 3 યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. હાલ શાંતિપૂર્ણ માહોલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *