પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને આકરી સજા આપી

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ મોટું પગલું ભર્યું છે. બોર્ડ તેના ખેલાડીઓ પાસેથી દંડ વસૂલશે.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, પાકિસ્તાનના દરેક ખેલાડી પર 50 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. બોર્ડના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હવે ખેલાડીઓને આર્થિક લાભ ફક્ત સારા પ્રદર્શનના આધારે જ મળશે.

ભારતની મેચ બાદ દંડ લાદવામાં આવ્યો હતો પાકિસ્તાની ચાહકોની સાથે બોર્ડના અધિકારીઓ પણ ટીમના પ્રદર્શનથી ખૂબ નારાજ છે. દરેક ખેલાડી પર ભારત સામેની મેચ હાર્યા બાદ જ 50 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો હતો. PCBએ કહ્યું કે જો સારા પ્રદર્શન પર ઇનામ મળે છે, તો ખરાબ પ્રદર્શન પર સજા પણ મળશે. ભારત સામે હાર્યા પછી તરત જ ટીમને આ નિર્ણય જણાવવામાં આવ્યો હતો.

પાકિસ્તાનમાં નેશનલ ટીમના ભાગરૂપ પ્લેયર્સને 4 કેટેગરીમાં સેલરી મળે છે. A કેટેગરીમાં આશરે 65 લાખ, B કેટેગરીમાં 45 લાખ, C કેટેગરીમાં 20 લાખ અને D કેટેગરીમાં 12.50 લાખ રૂપિયા દર મહિને મળે છે.

જોકે, જુલાઈ 2025 થી જૂન 2026ના પાછલા કોન્ટ્રાક્ટમાં PCBએ કોઈ પણ ખેલાડીને એ કેટેગરીમાં રાખ્યો ન હતો. એટલે કે દંડ પછી બી કેટેગરીના પ્લેયર્સની આશરે એક મહિનાની સેલરી કપાઈ જશે. જ્યારે C અને D કેટેગરીના પ્લેયર્સને 2 થી 3 મહિનાની સેલરી દંડમાં આપવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *