માર્કેટિંગ યાર્ડની પેઢી સાથે એકાઉન્ટ લિંક કરી ટેક્સ વિભાગથી બચતા

રાજકોટ ગ્રામ્ય પોલીસને સાયબર ફ્રોડમાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત મોટી સફળતા મળી છે, જેમાં દેશવ્યાપી 1500 કરોડના સાયબર ફ્રોડ કેસમાં મુખ્ય આરોપી સહિત વધુ 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓના એકાઉન્ટમાં માત્ર સાયબર ફ્રોડ જ નહિ પરંતુ, ગેમિંગ તેમજ GSTમાં રૂપિયાની પણ આપ-લે થતી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

આજરોજ મુખ્ય આરોપી સહિત વધુ 3 આરોપીની ધરપકડ અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓ મોટાભાગે યસ બેન્ક, એક્સિસ બેન્ક અને ICICI બેંકમાં જ એકાઉન્ટ ખોલાવતાં હોવાનું અને માર્કેટિંગ યાર્ડની પેઢીનો ઉપયોગ કરતા કારણ કે, એગ્રિકલચર પેઢીને ટેક્સમાંથી મળતી રાહતના કારણે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની માહિતી સરકારી વિભાગ સુધી પહોંચી ન શકે અને તેઓ સરળતાથી રોકડ રકમ તેમજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી સાયબર ફ્રોડની રકમનો ઉપાડ કરી આગળ મોકલી શકે. આ કેસમાં પોલીસ અગાઉ 6 આરોપીની ધરપકડ કરી હતી, જયારે આજરોજ મુખ્ય આરોપી સહિત વધુ 3 આરોપીની ધરપકડ કરી ફરાર એક આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ઓપરેશન મ્યુલ હંટ એકાઉન્ટ તપાસ અંતર્ગત દેશવ્યાપી 1500 કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ રાજકોટ ગ્રામ્યની સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યું હતું,જેમાં અગાઉ 6 આરોપી બાદ આજ રોજ મુખ્ય આરોપી તેલંગાણાના આદિલુદીન મહમદ, મિહિર રંગાણી અને હિરેન લીંબાસીયા સહિત વધુ ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવતા આ કૌભાંડમાં કુલ 1500 કરોડનું સાયબર ફ્રોડ થયું હોવાનું સામે આવ્યું છે. ફક્ત એટલું જ નહિ આ ઉપરાંત પોલીસ તપાસમાં માત્ર સાયબર ફ્રોડ જ નહિ પરંતુ, ગેમિંગ અને GST કૌભાંડની પણ રકમ આરોપીઓના એકાઉન્ટમાં જમા થતી હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *