રુદ્રાક્ષની માળા અને ભૂતોનું સિંહાસન!

અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’નું નવું મોશન પોસ્ટર રિવીલ કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં અક્ષય કુમાર રુદ્રાક્ષની અનેક માળાઓ પહેરીને સિંહાસન પર બેઠો જોવા મળી રહ્યો છે. તેના આ લુકને જોઈ દર્શકો ‘ભૂલ ભુલૈયા’ને યાદ કરી રહ્યા છે.

16 વર્ષ પછી પ્રિયદર્શન-અક્ષયનું કમબેક

પ્રિયદર્શનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ભૂત બંગલા’ની જાહેરાત થઈ ત્યારથી જ સતત સમાચારમાં છે. અક્ષય કુમાર અને પ્રિયદર્શન લગભગ 16 વર્ષ બાદ આ હૉરર-કોમેડી ફિલ્મથી મોટા પડદા પર સાથે આવી રહ્યા છે. બંનેએ ‘હેરા ફેરી’, ‘ભાગમ ભાગ’ જેવી ફિલ્મોથી લોકોને પેટ પકડીને હસાવ્યા છે.

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું નવું મોશન પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં અક્ષયનો ડરામણો લૂક જોવા મળી રહ્યો છે. અક્ષય કુમાર ખાસ સિંહાસન પર બેઠેલો છે. આ સિંહાસનને ખાસ કરીને ડરામણું બનાવવા માટે તેના પર ભૂત-પ્રેતના માથા જેવી આકૃતિઓ કોતરવામાં આવી છે. આ સિંહાસન પર બેઠેલા અક્ષયે આંખો પર કાળા ચશ્મા પહેર્યા છે અને ગળા તેમજ હાથમાં રુદ્રાક્ષની અનેક માળાઓ ધારણ કરી છે. તેઓ એક હાથમાં માળા જપતા જોવા મળે છે, જેના કારણે તેમનો લુક કોઈ તાંત્રિક જેવો લાગી રહ્યો છે. તેમણે નીચે ધોતી પહેરી છે અને બેકગ્રાઉન્ડમાં હળવો અંધકાર તેમજ ધૂંધળું વાતાવરણ છે, જે આ રહસ્યને વધુ ઘેરું બનાવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *