વાવડીમાં યુવતીનો અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત

રાજકોટ શહેરમાં આવેલ વાવડી વિસ્તારમાં રહેતી દિવ્‍યા રમેશભાઇ કવા (ઉ.વ.30) નામની યુવતીએ સાંજે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, અહિ ટુંકી સારવાર બાદ તબિબે તેને મૃત જાહેર કરી બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરનાર દિવ્‍યાના પિતા હયાત નથી. દિવ્યાની સગાઇ આઠ મહિના પહેલા મોરબીના યુવાન સાથે થઇ હતી. જો કે આપઘાતનું કારણ પરિવારનો પણ જાણતા ન હોવાથી પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

ભત્રીજાની હત્યા બાદ પત્ની જેલભેગી થતા પતિ રખડવા લાગ્યો કોઠારિયા રોડ પર મેહુલનગરમાં રહેતો અને હાલ રખડતુ ભટકતુ જીવન જીવતો અલ્પેશ વલ્લભભાઇ ડોબરીયા (ઉ.વ.45) નામનો યુવાન આજે સવારે જ્યુબેલી ગાર્ડનમાં બેભાન હાલતમાં મળી આવતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યો છે. બનાવ અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અલ્પેશ બે ભાઇમાં મોટો અને અગાઉ ફૂટનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે.

મૃતક અલ્પેશના ભાઈ કમલેશના 3 વર્ષના પુત્ર ખુશાલનો જન્મદિવસ આવતો હતો જેથી પરિવારજનો બે દિવસ અગાઉથી બર્થડે ઉજવવા તૈયારી કરતા હતા જે અલ્પેશની પત્ની પારુલને પસંદ ન આવતા તેણીએ 3 વર્ષના ભત્રીજા ખુશાલની હત્યા કરી નાખી હતી. જે ગુનામાં પારુલની ધરપકડ થતા જેલ હવાલે કરાવામાં આવી હતી અને આ કેસ ચાલી જતા કોર્ટે પત્ની પારુલને આજીવન સજા ફટકારી હતી. પત્ની જેલ જતા અલ્પેશ ફૂટ વેચવાનું બંધ કરી રખડતુ ભટકતુ જીવન જીવવા લાગ્યો હતો અને દારૂના રવાડે ચડી ગયો હતો. પોલીસે મૃતદેહ પોસમોર્ટમ આર્ટ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *