જગદીશ મનજીભાઈ વાણીયા (ઉં.વ.56) સવારે 8 વાગ્યાં આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પીધા બાદ પોતાના પુત્ર અજયને ફોન કર્યો હતો અને મારી તબિયત ખરાબ છે તેમ જણાવ્યું હતું જેથી પુત્ર તુરંત ઠક્કરબાપા વાસમાં પિતાના ઘરે પહોંચ્યો હતો જ્યાં જગદીશભાઈએ ઝેરી દવા પીધી હોવાનું જાણ થતા તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જગદીશભાઈ BSNLમાં સફાઈ કામદારની નોકરી કરતા હતા અને પાંચ મહિના પહેલા નોકરીમાંથી નિવૃત્ત થયા હોવાનું સામે આવ્યું છે. તેમને સંતાનમાં બે દીકરા હોવાનું અને પોતે 2 ભાઈ અને 1 બહેનમાં નાના હોવાનું સામે આવ્યું છે. જગદીશભાઈએ ક્યાં કારણે ઝેરી દવા પી આત્મહત્યા પ્રયાસ કર્યો તે અંગે પરિવારજનો અજાણ હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રેલનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવાનનું મોત ભૂપતભાઈ ચનાભાઈ ટોયટા (ઉં.વ.40) ગઈકાલે રાત્રીના પોતાનું બાઈક લઈને ઘરે જતા હતા, ત્યારે રેલનગર મેઈન રોડ પર કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે જાણ પ્રદ્યુમનનગ પોલીસને કરવામાં આવતા પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવાનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે ગઈકાલે તે મજૂરી કામ પૂર્ણ કરી પરત ઘરે આવતો હતો ત્યારે બનાવ બન્યો હોવાનું સામે આવતા હાલ પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.