JEE મેઈન્સમાં રાજકોટ-અમદાવાદના વિદ્યાર્થીઓ ગુજરાત ટોપર

ધોરણ-12 સાયન્સમાં A ગ્રૂપના વિદ્યાર્થીઓની એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE (જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન) મેઈનનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે જેમાં રાજકોટ એલન ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી નિમય પુરોહિત 100 પર્સન્ટાઈલ સાથે ગુજરાત ટોપર રહ્યો છે. જેમના માતા -પિતા તબીબ છે પરંતુ, તેને છઠ્ઠા ધોરણથી મેથ્સ પસંદ હોવાથી તેને એન્જિનિયરિંગ ક્ષેત્ર પસંદ કર્યું છે. હાલ તે JEE એડવાન્સની પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યો છે અને ત્યારબાદ મુંબઈ IITમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનું સ્વપ્ન છે.

વિદ્યાર્થી નિમય પુરોહિતે જણાવ્યું હતુ કે, ઓગસ્ટ 2025માં સિલેબસ પૂર્ણ થઈ ગયો હતો અને ત્યારથી જાન્યુઆરી સુધી રિવિઝન ચાલતું હતુ. જેમાં દૈનિક ટેસ્ટની પ્રેક્ટિસ હોવાથી ફિઝિક્સમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે. જ્યારે મેથ્સમાં 96 અને કેમેસ્ટ્રીમાં 95 માર્ક્સ આવ્યા છે.

માતા-પિતા ડૉક્ટર હોવા છતાં પોતે એન્જિનિયરિંગનુ ક્ષેત્ર પસંદ કર્યું તેમણે જણાવ્યું કે, પિતાનું નામ હર્ષલભાઈ છે અને માતાનું નામ દર્શનાબેન છે. જેઓ બંને ફિઝિયોથેરાપિસ્ટ છે. માતા-પિતા ડૉક્ટર હોવા છતાં પોતે એન્જિનિયરિંગનુ ક્ષેત્ર પસંદ કરવા અંગે જણાવ્યું કે, છઠ્ઠા ધોરણથી મેથ્સ પસંદ હતુ અને તેથી એન્જિનિયરિંગ ક્ષેત્ર પર પસંદગી ઉતારી અને ત્યારબાદ અહીં પહોંચ્યો. હવે JEE એડવાન્સમાં સારા માર્ક્સ લાવી આઈઆઈટી મુંબઈમાં એન્જિનિયરિંગ કરવાનું સ્વપ્ન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *