શિવ શોભાયાત્રામાં ઉજ્જૈનના અઘોરી ગ્રુપના શિવતાંડવે આકર્ષણ જમાવ્યું

દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ દ્વારા સતત 13માં વર્ષે શિવ શોભાયાત્રા નિકળી હતી. રાજકોટના રાજા રામનાથ મહાદેવ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન થયુ હતુ. જેમાં 17 ફૂટના સોમનાથ મહાદેવનો થ્રીડી ફલોટનો મુખ્ય રથ હતો તથા 11 જ્યોર્તિલિંગના ફ્લોટ્સ હતા. આ દરમિયાન ઉજ્જૈનના અઘોરી ગ્રુપનું શિવ તાંડવ નૃત્ય નિહાળી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા.

દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ સંજય ગોસ્વામીએ જણાવ્યુ હતુ કે,આજે મહાશિવરાત્રિના પર્વે રાજકોટના રાજા રામનાથ મહાદેવ મંદિરથી ભવ્ય શિવ યાત્રાનું પ્રસ્થાન થયુ. જે બાદ આ યાત્રા રામનાથપરા ચોક, રામનાથ સ્મશાન, રામનાથ પુલ, પાંજરાપોળ ચોક, ભાવનગર રોડ, ડીલક્ષ ચોક, રણછોડદાસ બાપુ આશ્રમ, પારૂલ ગાર્ડન રોડ, બાલક હનુમાનજી મંદિર ચોક, સંતકબીર રોડ, પેડક રોડ, સેટેલાઈટ ચોક, 80 ફુટ રોડ થઈ કાર્તિક પાર્ટી પ્લોટની સામે પૂર્ણાહુતિ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *