31 દિવસ, 9 ઓપરેશન્સ અને હજારો મુસાફરોની સુરક્ષા: યાત્રિકોને રૂ.2.71 લાખનો સામાન પરત અપાવ્યો

રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (RPF) એ જાન્યુઆરી 2026ના માત્ર 31 દિવસમાં સેવાનો અદભુત ઈતિહાસ રચ્યો છે. ‘સેવા હી સંકલ્પ’ અભિયાન હેઠળ RPF એ સુરક્ષાની સાથે માનવીય સંવેદનાનું એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જેણે મુસાફરોના દિલ જીતી લીધા છે. RPFની ટીમે જાન્યુઆરી માસમાં વિવિધ 9 ઓપરેશન્સ દ્વારા નોંધપાત્ર સફળતા મેળવી છે.

RPF એ ‘ઓપરેશન અમાનત’ હેઠળ અસાધારણ તત્પરતા દાખવી સ્ટેશનો અને ટ્રેનમાંથી 26 મુસાફરનો રૂ.2,71,589ની કિંમતનો સામાન શોધી કાઢ્યો અને તેમના અસલી માલિકોને પરત સોંપ્યો હતો.

‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ 3 ગુમ થયેલા બાળકોને અને ‘ઓપરેશન ડિગ્નિટી’ હેઠળ 1 વિખૂટા પડેલા વ્યક્તિને તેના પરિવાર સાથે મિલાવીને અનેક ઘરોમાં ખુશીઓ પાછી લાવી છે. આમ 31 દિવસમાં 9 ઓપરેશન્સ કરીને હજારો મુસાફરોની સુરક્ષાને પ્રાધન્ય આપ્યું છે.

RPFએ આ 9 ઓપરેશન કર્યા : મુસાફરોને નિયમો અને સાવચેતી અંગે જાગૃત કર્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *