જૂનાગઢના શિવરાત્રીના મેળા માટે STનો એક્શન પ્લાન

આગામી તા. 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન ગિરનારની ગોદમાં યોજાનારા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના છે.

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ગિરનાર તળેટીના મેળામાં જવા માટે રાજકોટ અને આસપાસના વિસ્તારમાંથી ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમે એક્શન પ્લાન ઘડ્યો છે.

રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા શિવરાત્રીના મેળા માટે ખાસ 30 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે. આ સુવિધા રાજકોટના મુખ્ય બસ સ્ટેન્ડ સહિત જિલ્લાના કુલ 9 ડેપો પરથી ઉપલબ્ધ કરાવાશે.

દર વર્ષે શિવરાત્રીના મેળામાં રાજકોટથી જૂનાગઢ જવા જો મુસાફરોની સંખ્યા વધશે તો ઓન-ધ-સ્પોટ વધુ બસોની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

મેળા દરમિયાન મુસાફરોને બસના રૂટ અને સમયની જાણકારી મળી રહે તે માટે દરેક ડેપો પર ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવશે. રાત્રિના સમયે પણ મુસાફરોને પરિવહનની તકલીફ ન પડે તે માટે ‘રાઉન્ડ ધ ક્લોક’ બસો દોડાવવાનું આયોજન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *