મનોરંજન જગતમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ‘ધ કપિલ શર્મા શો’ ફેમ એક્ટ્રેસ અને સિન્ટા (CINTAA – Cine and TV Artistes’ Association)ના જનરલ સેક્રેટરી ઉપાસના સિંહ અને ‘કહાની ઘર ઘર કી’ ફેમ એક્ટ્રેસ દીપક કાજિર કેજરીવાલ વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ ઘટના પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી)ના એક કાર્યક્રમ દરમિયાન બની હોવાનું કહેવાય છે.
જાહેરમાં શરૂ થઈ બોલાચાલી
વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રજાસત્તાક દિવસના ફંક્શનમાં દીપક કાજિર કેજરીવાલ એક્ટ્રેસ ઉપાસના સિંહ પર ગુસ્સે થઈ રહ્યા છે. જ્યારે ઉપાસના માઇક પર પોતાની વાત રજૂ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે દીપક તેમને વચ્ચે જ અટકાવી દે છે. ઉપાસનાએ જ્યારે કહ્યું કે, “સર, હું વાત કરી રહી છું,” ત્યારે દીપકે ગુસ્સામાં જવાબ આપ્યો, “ના, તમે વાત નહીં કરો.” ઉપાસનાએ આ વર્તનને ‘નેગેટિવિટી’ ગણાવ્યું હતું.
વીડિયોમાં જોવા મળે છે કે ત્યાં હાજર એક વ્યક્તિએ માઇક લઈને ‘ભારત માતા કી જય’ ના નારા લગાવીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દીપક કાજિરે તેમની પાસેથી પણ માઇક છીનવવાનો પ્રયત્ન કર્યો હતો.