અદાણી પોર્ટ્સનો નફો ત્રીજા ક્વાર્ટરમાં 21% વધ્યો

અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) ને નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ક્વાર્ટરમાં 3,054 કરોડ રૂપિયાનો નફો થયો છે. વાર્ષિક ધોરણે આ 21% વધ્યો છે. ગયા વર્ષના આ જ ક્વાર્ટરમાં કંપનીને ₹2,520 કરોડનો નફો થયો હતો.

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ સંચાલનથી 9,705 કરોડ રૂપિયાની આવક (રેવન્યુ) મેળવી. વાર્ષિક ધોરણે આ પણ 22% વધ્યો છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2024માં કંપનીની ઓપરેશનલ આવક 7,964 કરોડ રૂપિયા હતી. પરિણામો પછી આજે એટલે કે 3 ફેબ્રુઆરીએ કંપનીનો શેર 8% થી વધુ ચઢ્યો છે.

પરિણામો પછી અદાણી પોર્ટ્સનો શેર 8% વધ્યો બીજા ક્વાર્ટરના પરિણામો પછી અદાણી પોર્ટના શેરમાં તેજી છે, આ બપોરે 1:35 વાગ્યે 8% ઉપર 1,516 પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરે 1.57%, 6 મહિનામાં 9.18% અને એક વર્ષમાં 39.78%નું વળતર આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ 3.28 લાખ કરોડ રૂપિયા છે.

દેશનો સૌથી મોટો પોર્ટ્સ ઓપરેટર છે અદાણી પોર્ટ્સ & SEZ અદાણી પોર્ટ્સ ભારતનો સૌથી મોટો પ્રાઇવેટ પોર્ટ્સ ઓપરેટર અને એન્ડ-ટુ-એન્ડ લોજિસ્ટિક્સ પ્રોવાઇડર છે. તેના 15 પોર્ટ્સ અને ટર્મિનલ દેશની પોર્ટ્સ કેપેસિટીના લગભગ 25%નું પ્રતિનિધિત્વ કરે છે. તેની કેપેસિટી 627 MMTPA થી વધુ છે.

ગૌતમ અદાણીએ 1998માં કંપનીની સ્થાપના કરી હતી અદાણી પોર્ટ્સના ફાઉન્ડર અને ચેરમેન ગૌતમ અદાણી છે. તેમણે 1998માં આ કંપનીની સ્થાપના કરી હતી. ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે અને CEO અશ્વિની ગુપ્તા છે. કંપનીમાં 1900થી વધુ કર્મચારીઓ કામ કરે છે. અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ, અદાણી પોર્ટ્સની સબસિડિયરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *