પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામે 15 ફેબ્રુઆરીએ થનારી મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી ક્રિકેટ જગતમાં વિવાદ ઊભો થયો છે. આના પર કપિલ દેવે હવે જોરદાર કમેન્ટ કરતા કહ્યું કે આ નિર્ણય પાકિસ્તાનની પોતાની યુવા પેઢી અને ક્રિકેટના ભવિષ્યને નુકસાન પહોંચાડશે.
T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં થવાનું નક્કી હતું, પરંતુ પાકિસ્તાની સરકારે આ મેચ રમવાની ના પાડી દીધી છે. ભારત-પાકિસ્તાનની મેચ ક્રિકેટની સૌથી મોટી રાઇવલરી છે. પરંતુ મેદાન પર એક્શન પહેલા જ માહોલ ગરમાઈ ગયો છે. હવે પાકિસ્તાનના આ નિર્ણય પર તીખી પ્રતિક્રિયાઓનો ચાલુ થઈ ગઈ છે. ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે પણ આવું જ રિએક્શન આપ્યું છે. જેમણે સાફ કહ્યું કે આ પગલું ભારત કરતા વધારે પાકિસ્તાનના પોતાના ભવિષ્યને નુકસાન પહોંચાડનારું છે.
NDTV સાથેની વાતચીતમાં કપિલ દેવે પાકિસ્તાનના વલણ પર ખુલીને પોતાની વાત રાખી. 1983 વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટને કહ્યું કે આ મામલો રાજનીતિ કે છબી સુધી સીમિત નથી, પરંતુ સીધી રીતે યુવા ક્રિકેટરોના કરિયરને પ્રભાવિત કરે છે.
તેમણે વધુમાં કહ્યું, ‘જો આ નિર્ણય ખેલાડીઓએ લીધો છે, તો તેઓ સામે આવીને કહી શકે છે. પરંતુ જો બોર્ડ એવું કહે છે કે તમે નહીં રમો, તો તેનાથી દેશની શાખ ઘટે છે.’ તેમણે આગળ ચેતવણી આપી કે વારંવાર પાછળ હટવા અને બહિષ્કાર કરવાથી પાકિસ્તાન ક્રિકેટ જગતથી અલગ પડી જશે. પાકિસ્તાન માટે હાલત સારા દેખાઈ રહ્યા નથી. તમે એક આખી પેઢીને ખતમ કરી રહ્યા છો.