ભારત અને યુરોપિયન યુનિયન (EU) ના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) થી પાકિસ્તાનમાં 1 નોકરીઓ જોખમમાં છે. તેને અબજો ડોલરના નુકસાનનો પણ ડર છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને આ કરાર અંગે ગુરુવારે જણાવ્યું હતું કે તે EU ના અધિકારીઓના સંપર્કમાં છે. તે એ સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ભારત-EU FTA ની તેની નિકાસ પર શું અસર પડશે.
ભારત અને (EU) એ 27 જાન્યુઆરીના રોજ FTA પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારથી બે એવી અર્થવ્યવસ્થાઓ એકસાથે આવી છે, જે વિશ્વની લગભગ એક-ચતુર્થાંશ વસ્તી, 25% વૈશ્વિક GDP અને લગભગ 2 અબજ લોકોનું સંયુક્ત બજાર બનાવે છે.