રાજકોટ મનપા દ્વારા આવતીકાલે પાણીકાપ જાહેર કરાયો છે. જેમાં બોર્ડ નં. 4, 5, 7 અને 14 સહિત 4 વોર્ડના અનેક વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ કરવામાં આવશે નહીં. બેડી ફિલ્ટર પ્લાન્ટ, ગ્રીનલેન્ડ હેડવર્કસ અને જિલ્લા ગાર્ડન હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં આ કામગીરીને કારણે પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. મનપા દ્વારા મુકવામાં આવેલા પાણીકાપને કારણે જુદા જુદા 4 વોર્ડની 170થી વધુ સોસાયટીના હજારો લોકો તરસ્યા રહેશે.
મુખ્ય હેડર લાઈનમાં ગંભીર લીકેજ તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મેઇન પંપ હાઉસથી ESR તરફ જતી મુખ્ય હેડર લાઈનમાં ગંભીર લીકેજ સર્જાયું છે. ખાસ કરીને ડકટ ફૂટ બેન્ડમાં લીકેજ હોવાને કારણે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો હતો. જેનું સમારકામ કરવું અનિવાર્ય બન્યું છે. તેમજ મેઈન પમ્પ હાઉસ અને જયુબેલી પમ્પ હાઉસની લાઈનોને જોડતા ઈન્ટરસેપ્ટર વાલ્વના રીડ્યુસરમાં પણ લીકેજની સમસ્યા જોવા મળી છે.