રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ઉપરથી માતા અને પુત્રનું એકતરફી પ્રેમમાં પાગલ શખસે કારમાં અપહરણ કરી લેતા બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી ગણતરીની કલાકોમાં બંને માતા-પુત્રને ત્રંબા નજીકથી છોડાવી અપહરણ કરનાર ચાર શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં આરોપી પ્રેમી બાબુ ઉર્ફે કૃણાલ મીઠારની પ્રેમિકાના લગ્ન પરિવારજનો દ્વારા બીજે નક્કી કરી દેવામાં આવતા રોષે ભરાયેલ પ્રેમીએ પ્રેમિકાની માતા અને તેના ભાઈનું કારમાં અપહરણ કરી લઇ ગયો હતો. જેમાં તેને તેના મિત્રોએ પણ સાથ આપ્યો હતો. હાલ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અપહરણની ફરિયાદમાં પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ભાવનગર રોડ પર ત્રંબા નજીકથી આર્ટીગા કાર મળી આવી હતી. જોકે, તેમાં આરોપી કે માતા-પુત્ર મળી આવ્યા ન હતા. દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી કાર બદલાવી પરત રાજકોટ તરફ ભાગ્યાં છે ત્યારે ફરી પોલીસે તેનો પીછો કરતાં ભાવનગર રોડ પરથી આરોપીને આંતરી માતા-પુત્રને મુક્ત કરાવ્યાં હતા અને આરોપી બાબુ ઉર્ફે કૃણાલ માલા મિઠાર (ઉં.વ.29), ભરત જીવા કલોત્રા (ઉ.વ.30), અલ્પેશ ઠાકોર (ઉ.વ.20) અને જયદિપ લીંબાસીયા (ઉ.વ.24)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાબુ ઉર્ફે કુણાલને મારી દીકરી સાથે પ્રેમ સંબંધ હતો સાધુ વાસવાણી રોડ પર રહેતાં 55 વર્ષીય પ્રૌઢે યુનિવર્સિટી પોલીસમાં બાબુ ઉર્ફે કૃણાલ અને તેના મિત્રો વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમા જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના 8 વાગ્યાની આસપાસ તેઓ ટીફીન લઈ કે.કે.વી હોલ પાસે આવેલ બ્લીંકીટના સ્ટોર ખાતે નોકરી પર જતા હતા ત્યારે અગાઉ પાડોશમાં રહેતો બાબુ ઉર્ફે કુણાલ જેને મારી દીકરી સાથે પ્રેમ સંબંધ હતો.