વેરાવળ-શાપરના નેશનલ હાઇવે નજીક સર્વિસ રોડ પર ખાડામાં રિક્ષા પલટી ખાઇ ગઇ

કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ-શાપરના નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર શિવ હોટેલ સામે એક વર્ષથી વધુ સમયથી ગટરના ગંદા પાણી ભરાઇ રહેતા અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં એકનો વધારો થયો છે.

અહીંથી પસાર થતો રીક્ષા ચાલક આ ગંદા પાણી ભરેલા ખાડામાં ખાબકતાં રીક્ષા પલટી ગઇ હતી, જો કે ચાલકનો બચાવ થયો હતો. આ જ જગ્યાએ અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઇ છે છતાં તંત્ર આ બાબતે બિલકુલ ગંભીર નથી.

ખાડામાં પાણી ભરાયેલા રહેવાથી મસ મોટો ખાડો દેખાય નહીં તે હકિકત છે અને સાઇન બોર્ડ પણ ન હોવાથી અજાણ્યા વાહન ચાલકોની માઠી સર્જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *