શિવ-હનુમાન, વિષ્ણુ-ગણેશને થારની સવારી કરાવી

ક્રિકેટર રિંકુ સિંહ ફેસબુક પર ભગવાનનો AI વીડિયો શેર કરીને નવા વિવાદમાં ફસાયા છે. અલીગઢમાં કરણી સેનાએ રિંકુ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ખરેખરમાં, રિંકુ સિંહે પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી એક એવો વીડિયો શેર કર્યો હતો. જેમાં ભગવાનને AI અવતારમાં દર્શાવવામાં આવ્યા હતા.

વીડિયોમાં રિંકુ ક્રિકેટના મેદાન પર શોટ મારતા દેખાઈ રહ્યા છે. કેપ્શન લખેલું છે- તને ક્રિકેટર કોણે બનાવ્યો. આગળના ફૂટેજમાં થાર કારમાં બેઠેલા ભગવાન શિવ, હનુમાન, વિષ્ણુ અને ગણેશ દેખાય છે. બધાએ કાળા ચશ્મા પહેર્યા છે. બજરંગબલી કાર ચલાવી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં અંગ્રેજી ગીતો વાગી રહ્યા છે.

વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા છંછેડાઈ છે. કેટલાક લોકોનું કહેવું છે કે રિંકુના ઇરાદા સારા હતા. એમાં કંઈ ખોટું નથી. જોકે, કેટલાક લોકો તેને ધાર્મિક ભાવના સાથે ચેડાં કરનારી હરકત ગણાવી રહ્યા છે.

વીડિયો વાયરલ થતાં જ કરણી સેના ભડકી ઉઠી. જિલ્લા પ્રમુખ સુમિત તોમરે કાર્યકરો સાથે રવિવારે પોલીસ સ્ટેશન પહોંચી રિંકુ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તેમણે કહ્યું- રિંકુ સિંહે શાહરૂખ ખાનની જેમ જ પોતાની ‘જેહાદી’ માનસિકતા બતાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *