વનડે મેચમાં રાજકોટ ભારત માટે અનલક્કી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વનડે મેચની ત્રણ મેચની સીરિઝમાં 14 જાન્યુઆરીએ બીજી મેચમાં ભારતની હાર બાદ આજે બંને ટીમના ખેલાડીઓ રાજકોટથી ઇન્દરો જવા રવાના થયા હતા. બપોરના 3 વાગ્યે બંને ટીમના ખેલાડીઓ હોટલથી હિરાસર એરપોર્ટ અને ત્યાંથી ઇન્દોર જવા રવાના થયા હતા. કારણ કે, આગામી 18 જાન્યુઆરીના રોજ ત્રીજી વનડે મેચ ઇન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. હાલ આ શ્રેણીમાં 1-1થી બરાબરી બાદ ત્રીજી મેચમાં શ્રેણી જીતવા બંને ટીમના ખેલાડીઓ મેદાને ઉતરશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 5 મેચ રમાઈ છે. જેમાંથી માત્ર એક મેચમાં જ ભારતની જીત થઈ હતી. જેથી વનડે મેચમાં રાજકોટ ભારતીય ટીમ માટે અનલક્કી સાબિત થયું છે.

રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ અને ત્રણ દિવસ રાજકોટમાં રોકાણ બાદ બંને ટીમના ખેલાડીઓ આજે ઇન્દોર જવા રવાના થયા હતા. ક્રિકેટરોના આગમનની જેમ વિદાય સમયે પણ હોટલ બહાર ક્રિકેટ રસિકો ખેલાડીઓની એક ઝલક જોવા ઉમટી પડ્યા હતા. 12 જાન્યુઆરીને સોમવારના રોજ ખેલાડીઓના આગમન સમયથી ત્રણ દિવસ રાજકોટના ક્રિકેટ રસિકોમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *