ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજકોટમાં 7 કેન્દ્રો

મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વમાં આકાશમાં ઉડતા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે રાજકોટના અલગ અલગ 7 કેન્દ્રો અને એક હોસ્પિટલમાં અબોલ જીવોની સારવાર માટેના ખાસ મેડિકલકેમ્પ કરુણા અભિયાન હેઠળ કાર્યરત થયા છે.

જેમાં કબૂતર, હોલા, ઘુવડ, સમડી સહિતના પક્ષીઓ ઘાયલ થઈને આવે છે. જેમાં 30 વેટરનિટી તબીબોની સાથે કુલ 80 કરતા વધુનો સ્ટાફ સતત ખડેપગે રહીને ઘાયલ પક્ષીઓની સારવાર કરી રહ્યા છે. આજે તેમજ કાલે એમ બે દિવસમાં જ 2000 કરતા વધુ પક્ષીઓનો આ અભિયાન દ્વારા જીવ બચાવવામાં આવશે.

રાજકોટના ત્રિકોણ બાગ ખાતે મુખ્ય કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા કરુણા અભિયાનના મેડિકલ કેમ્પના ડૉ. દીપ સોજીત્રાએ જણાવ્યું હતું કે, 10થી 20 જાન્યુઆરી દરમિયાન ગુજરાતભરમાં કરુણા અભિયાન કાર્યરત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 7 સ્થળોએ આવેલા જુદા-જુદા કેન્દ્રોમાં 30 ડૉક્ટર્સ અને અન્ય પેરામેડિકલ સહિતનો સ્ટાફ મળીને 80-85 લોકો સેવા આપી રહ્યા છે. આજે અને આવતીકાલે એટલે કે, 14 અને 15 જાન્યુઆરીનાં રોજ મોટી સંખ્યામાં ઘાયલ પક્ષીઓ અમારા કેન્દ્રોમાં આવતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *