પીપાવાવથી નીકળેલી માલગાડીમાં ગેસ લીકેજ થતો’તો, લોકો પાઇલટની સતર્કતાથી દુર્ઘટના ટળી

રેલવેમાં જ્યારે સુરક્ષા અને સાવધાનીની વાત આવે છે, ત્યારે રાજકોટ ડિવિઝનના લોકો પાઇલટ રામપ્રવેશ કુમારનું નામ યાદ કરાશે. કારણ કે, તેમની સતર્કતાને કારણે એક ભયાનક દુર્ઘટના બનતા અટકી ગઈ હતી.

જેના પરિણામે નવી દિલ્હી સ્થિત યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત 70મા રેલ સપ્તાહ કેન્દ્રીય સમારોહમાં તેમને ‘અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર–2025’ થી નવાજવામાં આવ્યા છે.

કારણ કે, તેમણે ચાલતી ટ્રેનમાં ‘દુર્ઘટનાની ગંધ’ પકડી પાડી હતી. પીપાવાવથી નીકળેલી માલગાડીમાં ગેસ લીકેજ થતો હતો, લોકો પાઇલટની સતર્કતાથી દુર્ઘટના ટળી હતી.

ઘટના એ દિવસની છે જ્યારે રામપ્રવેશ કુમાર પીપાવાવ પોર્ટથી અત્યંત જ્વલનશીલ LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) ભરેલી માલગાડી લઈને હરિયાણાના અંબાલા તરફ જઈ રહ્યા હતા. સાવરકુંડલા અને લીલિયા મોટા સ્ટેશન વચ્ચેના વળાંક પર ટ્રેન પસાર થઈ રહી હતી, ત્યારે લોકો પાઇલટની નજર પાછળના વેગન પર પડી.

તેમણે જોયું કે એક વેગનનું ઉપરનું ઢાંકણ ખુલ્લું હતું. ગેસ ભરેલી ગાડીમાં ખુલ્લું ઢાંકણ અને તેમાંથી થતું લીકેજ ‘એક ચાલતા બોમ્બ’ સમાન હતું. જો જરા પણ વિલંબ થયો હોત અથવા ટ્રેનના વ્હિલના ઘર્ષણથી એક તણખલું પણ પેદા થયું હોત, તો ભીષણ વિસ્ફોટ થઈ શક્યો હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *