મોરબી, જામનગર અને રાજકોટનો ત્રિકોણ મિનિ જાપાન બનશે: PM મોદી

પીએમ મોદીએ સવારે સોમનાથ ખાતે આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’માં ભાગ લીધો. ત્યાર બાદ બપોરે વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તથા અદાણી ગ્રુપે 5 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાંથી આવીને સાંજે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં મેટ્રો સ્ટેશન અને ફેઝ-2નું લોકાર્પણ કર્યું હતું.

સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લામાં 3,540 એકરમાં ફેલાયેલી 13 નવી GIDC વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સમાં સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લામાં 3,540 એકરમાં ફેલાયેલી 13 નવી GIDCની જાહેરાત કરાઈ હતી. જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં નવી 13 સ્માર્ટ GIDC બનશે.

આ તકે PM મોદીએ કહ્યું હતું કે મેં એકવાર કહેલું કે હું જોઈ શકું છું કે, મોરબી, જામનગર અને રાજકોટ આ ત્રિકોણ મિનિ જાપાન બનશે. ત્યારે મારી બહુ મજાક ઉડાવી હતી. આજે મારી આંખો સામે હકીકત જોઈ રહ્યો છું. સાથે જ વડાપ્રધાને સૌરાષ્ટ્રમાં ઈન્વેસ્ટમેન્ટ માટે યહી સહી સમય હૈં હોવાનું જણાવ્યું હતું.

મહાત્મા મંદિરથી સચિવાલય સુધીની મેટ્રોનું લોકાર્પણ ગાંધીનગરમાં મેટ્રો ફેઝ 2ના મેટ્રો સ્ટેશન પર PM નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવતા જ ફેઝ-2માં મેટ્રો ટ્રેન મહાત્મા મંદિરથી સચિવાલય સુધી શરૂ કરવામાં આવી છે. જે જાહેર જનતા માટે 16 જાન્યુઆરીથી શરૂ થશે. જે 7.8 કિમી સુધી ચાલશે, જેમાં સેક્ટર 1 થી લઈને મહાત્મા મંદિર સુધી 7 સ્ટેશન આવશે. ફેઝ 1ના 22 સ્ટેશન છે અને ફેઝ 2ના 7 એમ કુલ 29 સ્ટેશન પર મેટ્રો ટ્રેનની સેવા ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *