ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટથી એક પિતાએ પોતાની પત્ની પાસેથી 11 વર્ષીય સગીર દીકરીની કસ્ટડી મેળવવા માટે ફેમિલી કોર્ટ ગોંડલના ચુકાદા સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગોંડલની ફેમિલી કોર્ટમાં મૂળ માતાએ દીકરીના પિતા પાસેથી કસ્ટડી મેળવવા માટે અરજી કરી હતી જેને ગ્રાહ્ય રાખતા ગોંડલની ફેમિલી કોર્ટે દીકરીના પિતાને દર રવિવારે ઉપરાંત ઉનાળુ વેકેશનમાં, શિયાળુ વેકેશનમાં અને દિવાળી વેકેશનના પ્રથમ 5 દિવસ મળવા માટે પરવાનગી આપી હતી.
દલીલ દરમિયાન માતાના વકીલે જણાવ્યું હતું કે દીકરી સાપ સાથે રમે છે. તો ફેમિલી કોર્ટે પણ એનીમલ રેસ્ક્યૂને દીકરી માટે અસુરક્ષિત ગણાવ્યું હતું.
ફેમિલી કોર્ટે એનીમલ રેસ્ક્યૂને દીકરી માટે સુરક્ષિત ગણાવ્યું ન હતું હાઇકોર્ટ સમક્ષ ફાર્માસિસ્ટ માતા પાસેથી 11 વર્ષીય દીકરીની કસ્ટડી માંગતા ડોક્ટર પિતા વતી રજૂઆત કરવામાં આવી હતી કે દીકરી પિતા પાસે હતી ત્યારે તે ભણવામાં અવ્વલ હતી. તે ઈતર પ્રવૃત્તિઓ પણ સારી રીતે કરતી હતી. તે પ્રાણીઓ અને સરીસૃપો સાથે મિત્રતા ભાવ રાખતી હતી. તે કાળજી રાખવાના પૂરતા સાધનો સાથે એનિમલ રેસ્ક્યૂ શીખી રહી હતી. આ એક રસપ્રદ સ્કીલ છે. જો કે ફેમિલી કોર્ટે એનીમલ રેસ્ક્યૂને દીકરી માટે સુરક્ષિત ગણાવ્યું ન હતું. ફેમિલી કોર્ટે નોંધ્યું હતું કે પિતા સર્ટિફાઇડ એનિમલ રેસ્ક્યૂઅર હોવાનું સર્ટિફિકેટ રજૂ કરી શક્યા નથી.