રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત સરગમ ક્લબ સંચાલિત શહેરના મધ્યમાં રામનાથ મુક્તિધામમાં તા.1 જુલાઇ 2025થી તા.31 ડિસેમ્બર 2025 સુધીમાં 2500 લોકોને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
જેમાં તા.11 જાન્યુઆરીના રોજ રવિવારે સવારે 9થી 10:30 વાગ્યા સુધી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્ર વિધિ મુજબ અસ્થિ પૂજનનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત સંસ્થા દ્વારા તા.14 જાન્યુઆરીના રોજ બુધવારના દિવસે આ તમામ અસ્થિઓનું વિસર્જન હરિદ્વાર ખાતે બપોરે 3 વાગ્યે હરકી પૈડી ઉપર થશે. દરેક મૃતક વ્યક્તિનું નામ બોલીને અસ્થિઓનું હરિદ્વારમાં વિસર્જન કરાશે.
આ તકે જે પરિવારના વ્યક્તિના અવસાન થઇ ગયેલા હોય તેમના પરિવારને કુરિયર મારફતે પણ લેટર મોકલી આપ્યા તથા જે પરિવારને અસ્થિ જુદા રાખવા હોય તેમને તા.9 જાન્યુઆરી સુધીમાં રામનાથપરા મુક્તિધામની ઓફિસમાં જાણ કરવા જણાવ્યું છે. મૃતકોના તમામ સ્વજનોને સંસ્થા દ્વારા વ્યક્તિગત પત્ર લખવામાં આવ્યા કે, રવિવારે અસ્થિ પૂજનની વિધિ માટે પરિવારના સદસ્યોએ રામનાથપરા મુક્તિધામ ખાતે આવવું. સંસ્થાના દરેક હોદ્દેદારો સ્વખર્ચે અસ્થિનું વિસર્જન કરવા માટે હરિદ્વાર જશે.