રૈયાધાર STP પાસે વાલ્વ ખરાબ થતા પાણી વિતરણ ખોરવાયું

રાજકોટ મનપા દ્વારા એક તરફ ડીઆઈ પાઈપલાઈનની કામગીરીને કારણે અનેક વિસ્તારોમાં ધીમા દબાણે પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ આજે વેસ્ટ ઝોનના રૈયાધાર વિસ્તારમાં આવેલા એસ.ટી.પી. પાસે પાણી વિતરણનો મેઈન વાલ્વ ખરાબ થઈ જતાં બે વોર્ડમાં પાણી વિતરણ ખોરવાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ વેસ્ટઝોન વિસ્તારમાં રૈયાધાર એસ.ટી.પી. પાસે પાણી વિતરણનો મેઈન વાલ્વ લીકેજ થતાં અનેક વિસ્તારોમાં પાણી વિતરણ મોડું થયું હતું.

સવારના સમયે જ્યાં પાણી વિતરણ કરવામાં આવે છે, તેવા વોર્ડ નં. 1 ના ગાંધીગ્રામ સહિતના અનેક વિસ્તારો અને વોર્ડ નં. 10 ના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં નિયત સમયે પાણી વિતરણ કરી શકાયું નહોતું. મનપા વેસ્ટઝોનની વોટરવર્કસ શાખાની ટીમ દ્વારા વાલ્વની રીપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, વાલ્વ લીકેજ થવાને કારણે વોર્ડ નં. 1 અને વોર્ડ નં. 10 ના વિસ્તારોમાં ટાઈમટેબલ કરતાં અંદાજે 4 કલાક મોડું પાણી વિતરણ થયું હતું.

રાજકોટ કોર્પોરેશનના વર્ગ-1થી 3નાં કર્મચારીઓએ 31 જાન્યુઆરી સુધીમાં પોતાની સ્થાવર અને જંગમ મિલકતોની વિગતો ઓનલાઇન પોર્ટલ પર ફરજિયાત જાહેર કરવી પડશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે ગુજરાત રાજ્ય સેવા વર્તણૂંક નિયમો-1971ના નિયમ-19 હેઠળ એક મહત્વનો આદેશ જારી કર્યો છે. જે મુજબ રાજકોટ સહિતની તમામ મહાનગરપાલિકાઓ અને સરકારી વિભાગોના વર્ગ-1થી 3ના કર્મચારીઓએ કેલેન્ડર વર્ષ-2025 દરમિયાનની પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકતોનું પત્રક 31 જાન્યુઆરી સુધીમાં ઓનલાઇન અપલોડ કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *